લીંબડી કેળવણી મંડળમાં આપનું સ્વાગત છે
જ્ઞાન અર્થે આપેલ દાન એ તમારા પુણ્યનો પુરાવો છે.
આ લીંબડી કેળવણી મંડલરૂપી વટવૃક્ષની ૧૧ ડાળીઓ (શાખાઓ) ફેલાયેલ છે.
સાત, હાઈસ્કૂલ, એક પ્રાથમિક શાળા, એક કૉલેજ, એક બાલમંદિર અને એક આઈ. ટી. આઈ.નો સમાવેશ થાય છે.
આ સંસ્થાઓમાં અત્યારે ૪૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ કે જેમની સ્થિતિ સામાન્ય છે. તેઓ અભ્યાસ કરી રહ્યા છે.
આજ દિવસ સુધીમાં આ કેળવણી મંડળમાં કુલ ૧, ૧૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે.
પ્રખ્યાત હાસ્ય કલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદી અમારા વિદ્યાર્થી છે.
આંતરરાષ્ટ્રિય કક્ષાએ રાષ્ટ્રવતી ખો-ખો ટીમની કેપ્ટનશીપ કરનાર શ્રી સોલંકી શિતલ બટુકભાઈ આ સંસ્થાની વિદ્યાર્થીની છે.
અમારા શિક્ષકશ્રી પી. ટી. ચાવડા સાહેબ, શ્રી પ્રવીણભાઈ કણઝરિયા સાહેબ તેમજ ડૉ. કે. બી. ભેંસાણીયા સાહેબે પોત-પોતાના ફિલ્ડમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરેલા છે.
આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા અનેક વિદ્યાર્થીઓએ ધારાસભ્ય પદ, સંસદસભ્ય પદ કે મંત્રીપદ કે રાજ્યકક્ષાએ બોર્ડમાં ચેરમેન પદ અને મેમ્બરપદ પ્રાપ્ત કરેલ છે.
અમારા અનેક વિદ્યાર્થીઓએ આઈ. એ. એસ., આઈ. પી. એસ. ડોકરેટ, કે એન્જિનીયરીંગ કે સી. એ. અને સી. એસ. જેવી ઉપાધિઓ મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.
મંડળની સ્થાપનાને ૨૦૧૯માં ૬૦ વર્ષ પૂર્ણ થતા ષ્ષ્ઠીપૂર્તિ ઉજવવાનું ટ્રસ્ટીઓએ સંકલ્પ કર્યો.
ઉજવણી એટલે ફંકશન, નહિ ઉજવણી એટલે કર્મયોગ જેના ત્રણ પાસા.
૧. ભૌતિક સુવિધાઓ
૨. શૈક્ષણિક કાર્ય
૩. શૈક્ષણેતર પ્રવૃત્તિઓ
કોરોના જેવી મહામારીના કારણે આ કાર્યમાં બે વર્ષની સ્થગિતતા રહિ એટલે પ્રોજેક્ટ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષમાં પૂર્ણ કરવા તેમ ઠરાવ્યું.
ભૌતિક સુવિધાઓ :
શ્રી જી. એસ. કુમાર વિદ્યાલય અને ગામના બાલમંદિરના તેમજ પાણશીણાના સ્કૂલના નવા ભવનોનું નિર્માણ કરવું.
શિયાણી અને એન. એમ. હાઈસ્કૂલ તથા એચ. કે. કુમાર શાળાનું રિનોવેશન કરી. જરૂરિયાત મુજબના રૂમો બાંધવા.
બાકીની સંસ્થાઓનું જરૂરિયાત મુજબ રિનોવેશન કરવું.
આજ દિવસ સુધી મોટાભાગનું દાન મૂળ લીંબડી નિવાસી મુંબઈમાં વસતા જૈન શ્રેષ્ઠીઓ દ્વારા મળતું હતું. આપણે હજુ પણ અપેક્ષા રાખીએ જ છીએ. પરંતુ સમયના તકાજો જોતા આપણે પગભર પણ થવું પડશે.
આપણી જરૂરિયાત ઉપરોક્ત કાર્ય માટે રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ (ત્રણ કરોડ પચાર લાખ)ની છે. તો આપણે પણ અડધી રકમ સ્થાનિક જનશક્તિ દ્વારા પ્રાપ્ત કરવો તેવો સંકલ્પ કર્યો.
આ માટે અમોએ લીંબડી કર્મચારી મંડળના પ્રમુખશ્રી સી. બી. જાડેજા સાહેબને (પૂર્વ કુલપતિ કચ્છ યુનિવર્સિટી) વાત કરી. તેઓએ કર્મચારીઓ સાથે વાત કરી. અંદાજે રૂ. ૫૦,૦૦,૦૦૦ (પચાસ લાખ)નું માતબર ફંડ આપવાની બાંહેધરી આપી. જે પૈકી રૂ. ૪૫,૦૦,૦૦૦/- (પિસ્તાલીસ લાખ) જમા પણ થઈ ગયેલ છે.
ભૂતપૂર્વ કર્મચારીઓને પણ ઉત્સાહ જાગૃત થયેલ તેઓએ પણ રૂ. ૧૦થી ૧૫ લાખનું દાન આપવાની ઈચ્છા દર્શાવી છે.
ઘણા બધા કર્મચારીઓએ પોતાના વડિલોનું નામ જોડવા રૂ. ૨,૫૦,૦૦૦/- (બે લાખ પચાસ હજાર) આપવાની ઈચ્છા વ્યક્ત કરી તો અનેક કર્મચારીઓએ રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) આપવાની ઈચ્છા વ્યકત કરી.
બાકીના કર્મચારીઓ પણ પૂરો કે અડધો પગાર આપ્યો છે.
નક્કી કરેલ કાર્ય પૈકી બાલમંદિરના નવા મકાન માટે રૂ. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ)નો ખર્ચ કરેલ છે.
મંડળની સંસ્થાઓમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) ના ખર્ચે ફાયર સેફ્ટી સી. સી. ટી. વી. અને સોલાર રૂફ ટોપની સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે.
Make your Donation Now
Here is our Account Details to donate us
BANK : STATE BANK OF INDIA, LIMBDI
A/C No: 56103004742
IFSC: SBIN0060103
કૃપા કરીને તમે દાન આપો પછી અમને ઇમેઇલ અથવા સંપર્ક નંબર દ્વારા જાણ કરો.